ઇન્ડિયા પોસ્ટ GDS ભરતી 2026: 10મું પાસ ઉમેદવારો માટે સરકારી તક

ભારતીય ટપાલ વિભાગ (Department of Posts) દ્વારા ગ્રામીણ ડાક સેવક (GDS) ની જગ્યાઓ માટે સત્તાવાર નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે। આ ભરતી હેઠળ શાખા પોસ્ટમાસ્ટર (BPM), સહાયક શાખા પોસ્ટમાસ્ટર (ABPM) અને ડાક સેવકની જગ્યાઓ ભરવામાં આવશે

જો તમે માત્ર 10મું ધોરણ પાસ કર્યું છે, તો આ તમારા માટે પોસ્ટ વિભાગમાં સેવા આપવાની ઉત્તમ તક છે। આવો જાણીએ આ ભરતી અંગેની તમામ મહત્વપૂર્ણ વિગતો.

મહત્ત્વની તારીખો

  • ઓનલાઇન રજીસ્ટ્રેશન: 31 ઓગસ્ટ, 2026 થી 19 સપ્ટેમ્બર, 2026 (સાંજે 5:00 વાગ્યા સુધી)
  • ઓનલાઇન અરજી અને ફી ભરવાની તારીખ: 02 સપ્ટેમ્બર, 2026 થી 21 સપ્ટેમ્બર, 2026 (સાંજે 5:00 વાગ્યા સુધી)
  • અરજીમાં સુધારો (Correction Window): 23 સપ્ટેમ્બર, 2026 થી 24 સપ્ટેમ્બર, 2026

પદ અને માસિક વેતન (TRCA)

પદનું નામમાસિક ભથ્થું (TRCA સ્લેબ) PDF
બ્રાન્ચ પોસ્ટમાસ્ટર (BPM)₹12,000/- થી ₹29,380/-
આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટમાસ્ટર (ABPM) / ડાક સેવક₹10,000/- થી ₹24,470/-

(આ ઉપરાંત નિયમાનુસાર મોંઘવારી ભથ્થું અને અન્ય લાભો મળવાપાત્ર રહેશે.)

શૈક્ષણિક લાયકાત અને અન્ય યોગ્યતા

  1. શૈક્ષણિક લાયકાત: માન્ય બોર્ડમાંથી ગણિત અને અંગ્રેજી વિષય સાથે 10મું ધોરણ (SSE) પાસ કરેલું હોવું જોઈએ.
  2. સ્થાનિક ભાષાનું જ્ઞાન: ઉમેદવારે ઓછામાં ઓછું 10મા ધોરણ સુધી સ્થાનિક ભાષાનો અભ્યાસ કરેલો હોવો જોઈએ (દા.ત. ગુજરાત માટે ગુજરાતી).
  3. અન્ય યોગ્યતા:
    • કમ્પ્યુટરનું સામાન્ય જ્ઞાન
    • સાયકલ અથવા ટુ-વ્હીલર ચલાવવાની આવડત
    • આજીવિકાના અન્ય પૂરતા સાધનો હોવા જરૂરી છે

વય મર્યાદા

  • ઓછામાં ઓછી ઉંમર: 18 વર્ષ
  • વધુમાં વધુ ઉંમર: 40 વર્ષ
  • ઉંમરમાં છૂટછાટ:
    • SC / ST: 5 વર્ષ
    • OBC: 3 વર્ષ
    • દિવ્યાંગ (PwBD): 10 થી 15 વર્ષ સુધી (કેટેગરી મુજબ)

પસંદગી પ્રક્રિયા (Selection Process)

  • આ ભરતીમાં કોઈપણ પ્રકારની લેખિત પરીક્ષા કે ઇન્ટરવ્યુ લેવામાં આવતો નથી.
  • 10મા ધોરણના ગુણના આધારે ઓટોમેટેડ સિસ્ટમ દ્વારા મેરિટ લિસ્ટ તૈયાર કરીને સીધી પસંદગી કરવામાં આવે છે.

અરજી ફી

  • સામાન્ય અને OBC ઉમેદવારો: ₹100/-
  • મહિલાઓ, SC, ST, PwBD અને ટ્રાન્સજેન્ડર: કોઈ ફી નથી (સંપૂર્ણ મફત)

કેવી રીતે અરજી કરવી?

  1. સત્તાવાર વેબસાઇટ indiapost.gov.in/gdsonlineengagement ની મુલાકાત લો.
  2. મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી દ્વારા વન ટાઈમ રજીસ્ટ્રેશન (OTR) પૂર્ણ કરો.
  3. શૈક્ષણિક વિગતો ભરો અને યોગ્ય ડિવિઝન તથા પોસ્ટ પસંદ કરો.
  4. નિયત સાઈઝમાં ફોટો અને સહી અપલોડ કરો.
  5. જો ફી લાગુ પડતી હોય તો ઓનલાઇન ફી ભરીને ફોર્મ સબમિટ કરો અને પ્રિન્ટ કાઢી રાખો.

Leave a Comment